|| ધોરણ-5 ગુજરાતી વિષય શિક્ષક આવૃત્તિ || પ્રથમ-દ્વિતીય સત્ર || - JIVANT SHIKSHAN

The Blog is Educational news and information

Breaking

Post Top Ad

Post Top Ad

Saturday, August 8, 2020

|| ધોરણ-5 ગુજરાતી વિષય શિક્ષક આવૃત્તિ || પ્રથમ-દ્વિતીય સત્ર ||

◆ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા પ્રકાશિત ધોરણ 5 ગુજરાતી વિષય અંતર્ગત શિક્ષક આવૃત્તિ અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે. જેમાં  પ્રથમ અને દ્વિતીય સત્રને આવરી લેવામાં આવેલ છે. જે શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે.શિક્ષક આવૃત્તિ શા માટે જરૂરી થઈ પડે છે તે અંગે માર્ગદર્શક વિગતો નીચે આપવામાં આવી છે.◆ શિક્ષક આવૃત્તિ શા માટે ? ◆
 પરિચય :
 ●શિક્ષક આવૃત્તિ એ શિક્ષકના ઉપયોગ માટે છે .
● શિક્ષક આવૃત્તિમાં વિદ્યાર્થી - આવૃત્તિનાં તમામ પાનાંની ફોટોકૉપી મૂકેલી છે . એટલે ભણાવતી વખતે આ આવૃત્તિ દ્વારા જ શિક્ષક કામ કરી શકે .
● જે - તે એકમને લાગુ પડતી ક્ષમતાઓ એ એકમનાં હેતુઓ છે . આ હેતુઓ એકમની શરૂઆતમાં જ મૂકેલા છે.
● એકમને અનુરૂપ વિશિષ્ટ હેતુઓ પણ તારવી આપેલા છે જે હેતુઓ વિદ્યાર્થીઓમાં સિદ્ધ થાય તેવું માનસિક અને વાસ્તવિક આયોજન શિક્ષકે ગંભીરતાપૂર્વક ધ્યાને રાખવું જોઈએ .
● એકમ પ્રવેશ કરવા માટે એકમ અનુસાર સંદર્ભ ઉદાહરણો પણ નમૂનારૂપે તારવી આપ્યા છે . કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય તેના નમૂનાઓ પણ મૂકવામાં આવ્યા છે .
●એકમને ધ્યાને રાખી થઈ શકે તેવી પ્રવૃત્તિઓની યાદી પણ મૂક્વાનો પ્રયત્ન કર્યો છે .
● એકમ અનુસંધાને ભાષાસજજતામાં કક્ષા પ્રમાણે બાળકો સામે મૂકવાના લેખન - વ્યાકરણના મુદાઓનો પણ સમાવેશ કરાયો છે .
●પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં મૂકેલા નવીન તરાહવાળા પ્રશ્નોની વિશેષ છણાવટ પણ કરવામાં આવી છે .
● જે - તે એકમ સંદર્ભે મૂલ્યાંકનલક્ષી પ્રવૃત્તિ - પ્રૉજેક્ટ પણ સૂચવવામાં આવ્યાં છે .
★આ આવૃત્તિમાં મૂકેલી બાબતો એ જ સર્વસ્વ નથી . આ વિગતોની આગળ - પાછળ , આજુબાજુ જઈને વિશેષ બાબતો , માહિતી , પ્રવૃત્તિ , પ્રોજેક્ટ વગેરે બાળકોની કક્ષા મુજબ કરવા માટે શિક્ષક સ્વતંત્ર છે .
◆આવૃત્તિની જરૂરિયાત :-
●શિક્ષકને વર્ગખંડમાં અસરકારક અને રસપ્રદ શિક્ષણકાર્ય માટેનું ભાથું પૂરું પાડે છે .
●પાઠ્યપુસ્તકને  ક્રિયાન્વિત અને જીવંત બનાવવા માટેની ગુરુચાવી શિક્ષક આવૃત્તિ પૂરી પાડે છે .
●શિક્ષક આવૃત્તિ જે - તે એકમને શીખવવાની પ્રક્રિયાનું સાતત્યપૂર્ણ સોપાન રજૂ કરે છે .
●જે - તે એકમની લયસિદ્ધિ માટે વિશિષ્ટ હેતુઓ દ્વારા એકમનું મૂલ્ય સમજાવે છે .
●શિક્ષક નિર્દેશ ' દ્વારા શિક્ષકને શિક્ષણકાર્ય માટેનું જરૂરી દિશાસૂચન પૂરું પાડે છે .
●ટૂંકમાં .. શિક્ષક - આવૃત્તિ શિક્ષક માટે પાઠ - આયોજન માટેની એક ઉત્તમ માર્ગદર્શિક ( Guideline ) .
 જે - તે એકમ એક જ તાસમાં કે એક જ બેઠકે પૂરો થાય તે જરૂરી નથી . શક્ય તેટલી વિશેષ તરાહો - પ્રવૃત્તિઓ દ્વારા એકમ રસપ્રદ બને તથા લક્ષિત હેતુસિદ્ધિ થાય એ પ્રમાણેનું આયોજન શિક્ષકે ગંભીરતાપૂર્વક કરવું તથા જે - તે એકમ સંદર્ભે તૈયાર કરેલી સમયસારણીને ન્યાય મળી રહે તે પ્રમાણે શિક્ષણકાર્ય કરાવવું .

◆પ્રસ્તુત વિગત શિક્ષક આવૃત્તિમાંથી સાભાર લેવામાં આવી છે.●◆ આમ ધોરણ 5 ગુજરાતી વિષયની શિક્ષક આવૃત્તિ ગુજરાતી વિષય માટે ખૂબ જ ઉપયોગી અને માર્ગદર્શક બની રહેશે.

જીવંત શિક્ષણ એક શૈક્ષણિક બ્લોગ છે. જેમાં શૈક્ષણિક નૂતન પ્રવાહો અંગેની માહિતી સતત પીરસવામાં આવે છે.શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થીને સંયોજિત કરતો જીવંત શિક્ષણ બ્લોગ સતત શૈક્ષણિક માહિતીના આદાન-પ્રદાન માટે સદા તત્પર છે.આ બ્લોગ હંમેશાં ગુજરાત રાજ્યની શાળાઓમાં  જરા હટકે થતી પ્રવૃત્તિઓ અને કામગીરીને સમગ્ર રાજ્યમાં પ્રચાર-પ્રસાર કરી પ્રોત્સાહન આપવાનો છે.આ બ્લોગના માધ્યમથી જે કંઈ શિક્ષણક્ષેત્રે સારું થાય છે તેને વ્યાપક સ્વરૂપે પ્રચાર-પ્રસાર કરી સૌ કોઈને પ્રેરણા આપવાનો હેતુ રહેલો છે.
શિક્ષણ જીવનમાં લાવવાનો હેતુ એક બ્લોગ. શિક્ષણ અને ચિંતનનો અદભૂત સંયોજન. આ શૈક્ષણિક અને બાળ વિકાસ બ્લોગ છે. Badનલાઇન બદલી, આરટીઇ - શિક્ષણનો અધિકાર - શારીરિક શિક્ષણ શું છે - માધ્યમિક શિક્ષણ પછીનું શું છે. આ બ્લોગ બૌદ્ધિક શિક્ષણ કાર્ય વિશેની માહિતી પ્રદાન કરે છે. વિદ્યાર્થીઓ, શાળાઓ, એકમ કસોટી, ભશદીપ, સારકારી પરિપત્ર, ઉપયોગી સ્વરૂપો, શિષ્યવૃત્તિ, પ્રજ્ abા અભીગમ, એસટીડી 1 થી 12, મેટ્રિઅલ્સ, એસએસએ, નેસરટ, ગેસર્ટ, સીબીએસસી, આહાર, બીઆરસી, સીઆરસી, શિક્ષક, આચાર્યલક્ષી માહિતી આપવામાં આવે છે.

નીચે મુજબની માહિતી જીવંત શિક્ષણ બ્લોગ પર આપવામાં આવશે.

(1) શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા અભિયાન ,GCERT ,અને આ ઉપરાંત થતાં તમામ પરિપત્રોની માહિતી જીવંત શિક્ષણ બ્લોગ પર મૂકવામાં આવશે.

(2) શિક્ષણ ઉપયોગી સાહિત્ય-મટીરીયલ પ્રસ્તુત કરવામાં આવશે.

(3) પાઠ્યપુસ્તકો પીડીએફ સ્વરૂપે મૂકવામાં આવેલ છે.


Kapil satani official યુટ્યૂબ ચેનલમાં બાળવાર્તાઓ અને બાળગીતો, ઉખાણાં,જોડકણાં, સુવિચારો,પાઠ્યક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી,બાળકો માટે બેઝીક શૈક્ષણિક માહિતીસભર વીડિયો  અને બ્રાહય સામાન્ય જ્ઞાનનાં વીડિયો તેમજ સાહિત્યકારોની રચનાઓ અંગેની માહિતી મૂકવામાં આવે છે.હાલ પચાસથી પણ વધુ શૈક્ષણિક વીડિયો અમારી યૂટ્યૂબ ચેનલ પર પ્રસ્તુત કરવામાં આવેલ છે. આગામી સમયમાં પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો પણ પ્રસ્તુત કરવામાં આવનાર છે.

અમારી ચેનલ અને વીડિયોને આપ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે જરૂરથી શેર કરજો જેથી અમને પ્રોત્સાહન મળી રહે અને કંઈક નવું કરવા માટે પ્રેરણા મળી રહે. અમારા વીડિયો અંગે આપ જરૂરથી આપનો અભિપ્રાય પણ આપજો.Kapil satani official યુટ્યૂબ ચેનલ શૈક્ષણિક ચેનલ છે.જેમાં  શૈક્ષણિક-સાહિત્યિક -સાંસ્કૃતિક કાર્યક્રમોના  વિડિયો મૂકવામાં આવે છે. હાલ પચાસથી વધુ શૈક્ષણિક વીડિયો હોઈ ,આપ આવા પ્રકારનાં વીડિયો  જોવા માંગતા હોવ તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટ🖋 કરો,લાઈક👍 કરો અને બાજુનું આઇકોન બેલ 🔔બટન દબાવો જેથી  આવનાર તમામ વિડિયો આપને ઝડપથી મળી શકે.

યુટ્યૂબ પર   KAPIL SATANI સર્ચ કરી આપ વીડિયો જોઈ શકશો.

No comments:

Post a Comment

Thanks for feedback....