|| બાળકોનાં ઘરે રહીને શીખવાના પ્રયત્નોમાં વાલીઓની ભૂમિકા || પ્રા. શિક્ષણ નિયામકની કચેરી દ્વારા બાલહિતમાં પ્રસ્તુત લેખિત સંદેશ || - JIVANT SHIKSHAN

The Blog is Educational news and information

Breaking

Post Top Ad

Post Top Ad

Saturday, August 8, 2020

|| બાળકોનાં ઘરે રહીને શીખવાના પ્રયત્નોમાં વાલીઓની ભૂમિકા || પ્રા. શિક્ષણ નિયામકની કચેરી દ્વારા બાલહિતમાં પ્રસ્તુત લેખિત સંદેશ ||

◆ બાળકોનાં ઘરે રહીને શીખવાના પ્રયત્નોમાં વાલીઓની ભૂમિકા અંગે  પ્રા. શિક્ષણ નિયામકની કચેરી  દ્વારા બાલહિતમાં પ્રસ્તુત લેખિત સંદેશ રજૂ કરવામાં આવ્યો છે જે ગુજરાતભરના વાલીઓ સુધી શેર કરવા વિનંતી.

◆ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી,ગુજરાત સરકાર તથા રીચ ટુ ટીચ દ્વારા બાળહિતમાં પ્રસ્તુત 
◆ પ્રસ્તુત સંદેશ અહીંયા રજૂ કરવામાં આવ્યો છે જે વાલીઓ સુધી પહોંચાડવા વિનંતી છે.
◆આદરણીય વાલીશ્રીઓ,
કોરોના મહામારીની અસરોને લીધે હાલમાં શાળાઓ ખોલવી સલામત નથી.પરંતુ તેથી  શું બાળકોનું ભણતર અટકી જવું જોઈએ ? દરેક બાળકની  પ્રથમ શાળા તેનું ઘર જ હોય છે અને માતાપિતા તેના પ્રથમ શિક્ષકો . તો શું આપણે આપણાં બાળકોના શિક્ષણ માટે સરકારના હોમ લર્નિંગ ( ઘરે રહીને શીખવા ) ના પ્રયાસોની સાથે ખભેખભા મિલાવીને એક નાની જવાબદારી અદા ન કરી શકીએ ? ચોક્કસ કરી  શકીએ . 
આપણે બધા જાણીએ છીએ કે જો બાળકો લાંબા સમય સુધી શિક્ષણથી દુર રહે , તો તે અગાઉ શીખેલું પણ ભૂલી જતાં હોય છે . જે તેઓની શિક્ષણની પ્રક્રિયામાં બમણું નુક્શાન કરે છે . આથી બાળકો સલામતીથી ઘરે જ રહીને શીખી શકે , તે ઉદ્દેશથી ગુજરાત સરકાર દ્વારા ડીડી ગિરનાર અને વંદે ગુજરાત ટીવી ચેનલો જેવાં વિવિધ માધ્યમો દ્વારા ધોરણવાર વિડીયો કાર્યક્રમ બનાવીને સોમવારથી શનિવાર સુધી નિયમિત પ્રસારણ કરવામાં આવે છે . તદુપરાંત મોબાઈલ / કમ્પ્યુટર ઈન્ટરનેટના માધ્યમ દ્વારા શીખવાના વિકલ્પો જેવા કે યુ - ટયુબ ચેનલ , દિક્ષા પોર્ટલ / એપ્લીશન , વગેરે જેવાં માધ્યમોની સગવડ સાથે પાઠ્યપુસ્તક અને ‘ ઘરે શીખીએ ” સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવે છે . 
આપને યાદ હશે કે જયારે આપના બાળકે ચાલતાં શીખવાની શરૂઆત કરી હતી , ત્યારે આપે જે રીતે તેનો હાથ પકડીને ચાલવાનું શીખવામાં મદદ કરી હતી ,તે જ પ્રમાણે બાળકોને આ કપરા સમયમાં ઘરે રહીને શીખવાનાં નાનાં અને નવાં પગલા ભરતાં સમયે તેમને મદદ કરવાની જરૂર છે . માતાપિતા તરીકે આ પરિપ્રેક્ષ્યમાં આપણી ભૂમિકા અંતર્ગત આપણે એ સુનિશ્ચિત કરીએ  કે આપણાં બાળકો આ સુવિધાઓનો દરરોજ ભરપુર લાભ લેવા માટે તૈયાર રહે . આપણાં બાળકોને હોમ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત ઘરે રહીને શીખવા માટે આપણે કેવી  રીતે મદદરૂપ બની શકીએ તે જોઈએ .

◆પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી તથા રીચ ટુ ટીચ દ્વારા પ્રસ્તુત પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા અહીંયા ક્લિક કરો.

★ દરરોજ હોમ લર્નિંગ શરૂ થતાં પહેલાં ધ્યાનમાં રાખવાનાં મુદ્દાઓ નીચે મુજબ છે.(સોમવારથી શનિવાર )
●હોમ લનિંગ માટેના વિવિધ કાર્યક્રમો અંગે જાણકારી મેળવીએ તથા આપણા બાળક માટે અનુકૂળ વિકલ્પ મુજબ આયોજન કરીએ . 
●બાળકને અભ્યાસના સમયપત્રક મુજબ સમયસર દરરોજ સ્નાન તેમજ પૌષ્ટિક આહાર આપીને સ્નેહપૂર્વક ભણવા માટે પ્રોત્સાહિત કરીએ.
● બાળકને અભ્યાસ માટે જરૂરી સાધનસામગ્રી ( પેન , પેન્સિલ , નોટબુક , રબર , સંચો , પાઠ્યપુસ્તક વગેરે ) સમયસર ઉપલબ્ધ કરાવીએ.
●જો આપણા ઘરે ટીવી હોય તો આસપાસનાં એવાં બાળકો કે જેમની પાસે ટીવી નથી , તેમને મદદરૂપ થઈએ .
● જો આપણી પાસે ટીવી નથી , તો સલામત પાડોશમાં જેના ઘરે ટીવી છે તેમને વિનંતી કરીએ કે આપણા બાળકને ટીવી જોવા દે.
★ દરરોજ હોમ લર્નિંગ દરમ્યાન  ધ્યાનમાં રાખવાનાં મુદ્દાઓ નીચે મુજબ છે.(સોમવારથી શનિવાર )
●બાળકો અભ્યાસ કરતા હોય ત્યારે શક્ય હોય ત્યાં સુધી વાલીઓ અથવા તેમના મોટા ભાઈ - બહેન તેમને અભ્યાસ દરમિયાન ખલેલ ન પહોંચે તેની કાળજી સાથે જ્યાં જરૂર પડ્યે બાળકને ભણવામાં મદદરૂપ થઈએ . 
●બાળકો ટીવી અથવા ફોનનો ઉપયોગ અભ્યાસ માટે જ કરી રહ્યા છે અને પોતાના ધોરણ માટેનો પ્રસારિત થઈ રહેલ કાર્યક્રમ શીખવા માટે પૂરો નિહાળે તેની કાળજી લઈએ .
● જરૂર જણાય તો બાળકને અગાઉના ધોરણોમાં શીખેલ મુદ્દાઓના પુનરાવર્તનના ઉદ્દેશ્યથી હાલના ધોરણ કરતા નીચેના ધોરણના કાર્યક્રમોના પ્રસારણને નિહાળીવા પ્રેરિત કરી શકાય . 
●પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમની નોંધ કરવા તથા ઘરેથી શીખીએ સાહિત્યમાં આપેલ પ્રવૃત્તિઓની નોંધ કરવા પ્રોત્સાહિત કરીએ . 
●બાળક દ્વારા ભણવા સંબંધી નાનામાં નાના પ્રયત્નોની પણ પ્રસંશા કરી અને તેમને વધુ સારા પ્રયત્નો કરવા પ્રોત્સાહિત કરીએ .

★ દરરોજ હોમ લર્નિંગ પૂરું થયા બાદ ધ્યાનમાં રાખવાનાં મુદ્દાઓ નીચે મુજબ છે.(સોમવારથી શનિવાર )
●બાળકને અભ્યાસ દરમિયાન મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે શિક્ષકશ્રી સાથે બાળકનો ફોન દ્વારા સંપર્ક કરાવીએ . બાળકની શૈક્ષણિક પ્રગતિ વિશે શિક્ષકશ્રી સાથે અઠવાડિયામાં એક - બે વાર ફોન અથવા અન્ય માધ્યમ દ્વારા ચર્ચા કરીએ . 
●બાળકો દિવસ દરમિયાન શું શીખ્યાં તે અંગે દરરોજ સાંજે એમની સાથે ચર્ચા કરીએ . જેથી બાળકે શીખેલા મુદાઓની સમજ મજબુત થાય . 
●વાલી અથવા બાળકના મોટા ભાઈ - બહેન જરૂર જણાય ત્યાં ગૃહકાર્ય કે અન્ય પ્રવૃત્તિમાં મદદરૂપ થાય . 
●બાળકને દરરોજ પાઠ્યપુસ્તક અને “ ઘરે શીખીએ ” સાહિત્યના ઉપયોગથી વધુ મહાવરો કરવા માટે પ્રોત્સાહિત કરીએ . 
●બાળક દરરોજ ઘરે રહીને રમાતી સલામત રમત - ગમત , યોગ, વ્યાયામ વગેરે કરે તે માટે પ્રોત્સાહિત કરીએ .

★(સૌજન્ય- આભાર :- ◆ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી,ગુજરાત સરકાર તથા રીચ ટુ ટીચ દ્વારા બાળહિતમાં પ્રસ્તુત )

No comments:

Post a Comment

Thanks for feedback....