|| આર.ટી.ઈ. એકટ હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માં બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્ય ધોરણ -૧ માં ઓનલાઈન પ્રવેશ આપવા માટેની જરુરી સુચનાઓ,પરીપત્રો અંગેની માહિતી ॥ - JIVANT SHIKSHAN

The Blog is Educational news and information

Breaking

Post Top Ad

Post Top Ad

Sunday, August 9, 2020

|| આર.ટી.ઈ. એકટ હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માં બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્ય ધોરણ -૧ માં ઓનલાઈન પ્રવેશ આપવા માટેની જરુરી સુચનાઓ,પરીપત્રો અંગેની માહિતી ॥

આર.ટી.ઈ. એકટ હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માં બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્ય ધોરણ -૧ માં ઓનલાઈન પ્રવેશ આપવા માટેની જરુરી સુચનાઓ,પરીપત્રો અંગેની માહિતી આ પોસ્ટમાં આપવામાં આવી છે.

                                 બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણ અધિકારના નિયમ ૨૦૧૨ માં નબળા અને વંચિત જૂથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ માં ૨૫ ટકા મુજબ પ્રવેશ આપવા માટેની કાર્યપધ્ધતિ નક્કી કરવા શિક્ષણ વિભાગ દ્વારા તા .૪ / ૮ / ૨૦૨૦ ના ઠરાવથી જોગવાઈ કરવામાં આવેલ છે . આથી શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માં આર.ટી.ઈ.હેઠળ ધોરણ-૧  માં વિના મૂલ્ય પ્રવેશની કાર્યવાહી માટે નીચે મુજબ સૂચનાઓ આપવામાં આવે છે . 
( ૧ ) આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે તા .૦૭ / ૦૮ / ૨૦૨૦ ના રોજ વિવિધ ગુજરાતી સમાચારપત્રોમાં જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે . સદર જાહેરાતની નકલ તેમજ શિક્ષણ વિભાગનો ઠરાવ પણ આપને અત્રેની કચેરી દ્વારા મોકલી આપવામાં આવેલ છે , જેનો વિગતવાર અભ્યાસ કરી ચુસ્ત અમલ કરવા જણાવવામાં આવે છે .


( ૨ ) વેબપોર્ટલ https://rte.orpgujarat.com/ પર ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ : ૧૯/૮/૨૦૨૦ થી તા . ૨૯/૮/૨૦૨૦ છે . ઓનલાઈન ફોર્મ ભરવા માટે જે ડોક્યુમેન્ટની જરૂર છે તેની વિગતો વેબપોર્ટલ પર આવશ્યક દસ્તાવેજની લિંકમાં દર્શાવેલ છે . 


આ ડોકયુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને જરૂરી સમય મળી રહે તે માટે તા .૦૭ / ૮ / ૨૦૧૭ થી તા .૧૮ / ૮ / ૨૦૨૦ સુધીનો સમયગાળો આપવામાં આવેલ છે .
 ( ૩ ) આર.ટી.ઈ. એકટ હેઠળ પ્રવેશપાત્ર બાળકો ઓનલાઈન ફોર્મ ભરવાનું ચૂકી ન જાય તે માટે તમારા જિલ્લામાં બહોળા પ્રમાણમાં ઈલેક્ટ્રોનિક / પ્રિન્ટ મિડીયામાં પ્રચાર - પ્રસાર કરવા જણાવવામાં આવે છે . 
( ૪ ) સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જરૂરી ડૉક્યુમેન્ટસ સાથે વાલીએ રીસીવીંગ સેન્ટર ખાતે અરજી ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા coVID - 19 વૈશ્વિક મહામારીના કારણે રદ કરેલ છે . વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર - પુરાવા જેવા કે જન્મ - તારીખનો દાખલો , રહેઠાણનો પુરાવો , જાતિ / કેટેગરીનો દાખલો . તેમજ આવકનો દાખલો    ( કેટેગરી કમાં ક , ૮.૯,૧૧,૧૨ અને ૧૩ માટે ) વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે . ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે . ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં . સદર બાબતનો પ્રચાર પ્રસાર આપની કક્ષાએથી કરવા જણાવવામાં આવે છે .    
( ૫ ) વાલીઓને માર્ગદર્શન મળી રહે તે માટે બેનર બનાવી તેમાં જરૂરી તમામ માહિતી જેવી કે પ્રવેશની કેટેગરી , આવકની મર્યાદા , જરૂરી દસ્તાવેજો , દસ્તાવેજ કયાંથી મેળવવા , વયમર્યાદા , ઓનલાઈન ફોર્મ ભરવાની જરૂરી માહિતી , પ્રવેશ કાર્યવાહીનો કાર્યક્રમ વગેરે જિલ્લા કચેરીના નોટીસ બોર્ડ પર દર્શાવવાનું રહેશે અને જરૂર જણાયે તાલુકા કક્ષાએ હેલ્પ ડેસ્ક ઉભુ કરવાનું રહેશે . જે વિશે જિલ્લા કક્ષાએથી સ્થાનિક સમાચાર પત્રો મારફતે પ્રચાર કરવાનો રહેશે .
 ( ૬ ) જિલ્લા કચેરીની વિગત પુરા સરનામા સાથે અને જિલ્લા કક્ષાની હેલ્પલાઈન નંબરની માહિતી સ્થાનિક અખબારમાં પ્રસિદ્ધ કરવી જેથી વાલીઓને સરળતા રહે .. 
( ૭ ) તા .૧૦ / ૦૮ / ૨૦૨૦ થી બિનચૂક જિલ્લા કક્ષાએ હેલ્પ સેન્ટર શરૂ કરવાના રહેશે . 
( ૮ ) DEO / DPEO દ્વારા તા .૩૧ / ૦૮ / ૨૦૨૦ થી તા . ૦૭ / ૦૯ / ર ૦ ર ૦ સુધીમાં ઓનલાઈન થયેલ તમામ અરજીઓની પૂવ / રીજેકટ કરવાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે . જે પ્રવેશ ફોર્મ રીજેકટ કરવામાં આવે તેનું વેબપોર્ટલ પર દર્શાવ્યા મુજબનું ચોક્કસ કારણ DEO / DPEO એ અચૂક દર્શાવવાનું રહેશે . અન્ય કારણસર " રીજેકટ કરવામાં આવી છે તેવું લખવું નહીં . સમયમર્યાદામાં ઓનલાઈન મળેલ અરજીઓ એપ્રવ / રીજેક્ટ કરી શકાય તે માટે જરૂર જણાયે વધુ કર્મચારી / અધિકારીઓને કામગીરી સોંપવાની રહેશે . 
( ૯ ) હાલની COVID - 19 ની વૈશ્વિક મહામારીના કારણે રીસીવીંગ સેન્ટર બંધ રાખવામાં આવેલ છે . જેથી , વાલીઓને મદદરૂપ થઈ શકાય તે માટે જિલ્લા કક્ષાએ હેલ્પલાઈન શરૂ કરવામાં આવેલ છે . સદર હેલ્પલાઈન નંબર પર વાલીઓને પ્રવેશ સંદર્ભે યોગ્ય માર્ગદર્શન આપવું , ઓનલાઈન અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ ફરજિયાતપણે અપલોડ કરવા તેમજ પ્રવેશ સબંધિત આનુસાંગિક માર્ગદર્શન આપવાનું રહેશે . 
( ૧૦ ) જિલ્લા / તાલુકાના હેલ્પડેસ્ક ઉપર RTE પ્રવેશ પ્રક્રિયા વિશે જાણકાર યોગ્ય કર્મચારીઓ / અધિકારીઓની નિયુક્તિ થાય તે ધ્યાને રાખવું . સદર કર્મચારીઓ / અધિકારીઓને પ્રવેશની જાહેરાત , આવશ્યક દસ્તાવેજો ક્યાથી અરજદાર મેળવી શકે તેની યાદી , FA0 ની નકલ વગેરેથી માહિતગાર કરવાના રહેશે . જેથી અરજદારની સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરી શકાય . 
( ૧૧ ) ઓનલાઈન પ્રવેશ ફાળવણી બાદ જે તે શાળાઓમાં વાલી સમય મર્યાદામાં પહોંચે , ઓનલાઈન પ્રવેશ ફોર્મ , એડમિટ કાર્ડ અને અન્ય જરૂરી આધાર - પુરાવાઓ શાળાઓને આપી પ્રવેશ મેળવી લે , શાળાઓ તાત્કાલિક પ્રવેશ આપે તે માટે શાળાઓને અગાઉથી પત્રથી જાણ કરવાની રહેશે . જે તે શાળાઓના વેરિફાયરને પ્રવેશ ફાળવણી બાદ શાળાઓ અને વાલીઓના સંપર્કમાં રહી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવાની રહેશે .
 ( ૧૨ ) તમારા જિલ્લાની આર.ટી.ઈ. પ્રવેશ આપવાપાત્ર તમામ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની જરૂરી તમામ માહિતી ચોક્કસાઈપૂર્વક વેબપોર્ટલ પર અપલોડ થઈ ગયેલ હશે . તેમજ RTE હેઠળ પ્રવેશ આપવાપાત્ર ૧૦૦ ટકા શાળાઓની માહિતી અપલોડ થઈ છે તેનું પ્રમાણપત્ર વેબપોર્ટલ પર સબમીટ કરી દીધેલ હશે . તેમ છતાં જો કોઈ શાળાની માહિતિ  અપલોડ કરવાની બાકી હોય તો દિન -૩ માં આ કામગીરી પૂર્ણ કરવા જણાવવામાં આવે છે , જેમ કે , કોઈ શાળા બંધ થઈ ગઈ હોય , નવી મંજુરી મેળવેલ શાળા ઉમેરવાની બાકી હોય , કોઈ શાળાના બોર્ડ / માધ્યમ / પ્રકાર ( કુમાર - કન્યા - મિશ્ર ) , શાળા સ્થળ ફેરફાર વગેરેમાં કોઈ સુધારો કરવાનો હોય તો દિન -૩ માં ઈન્ડેક્સ બીના સંપર્કમાં રહી સુધારાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે . સદર કામગીરી બાબતે સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયામાં આ બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સઘળી જવાબદારી આપની રહેશે . જેની ખાસ નોંધ લેવી .
 ( ૧૩ ) સદર પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રવેશની તમામ કામગીરી જેવી કે , હેલ્પડેસ્ક સેન્ટરની , વેરિફાયરની , શાળાઓને લગતી કામગીરી , ઓનલાઈન મળેલ અરજીઓને એપ્રવ - રિજેક્ટ કરવાની કામગીરી વગેરે નિયમાનુસાર સમયમર્યાદામાં પૂર્ણ થાય તેવું સુચારૂ આયોજન કરવા જણાવવામાં આવે છે 
( ૧૪ ) ચાલુ વર્ષે ઓનલાઈન અરજીઓની નકલ રિસિવિંગ સેન્ટરો ઉપર મેળવવાની કાર્યવાહી સ્થગિત રાખેલ હોવાથી , અરજદાર દ્વારા ઓનલાઈન અરજી સાથે અપલોડ કરેલ જરૂરી તમામ ડોકયુમેન્ટની જિલ્લા કક્ષાએ ઓનલાઈન યોગ્ય ચકાસણી કરી એપ્રવ / રીજેક્ટની કામગીરી કરવાની રહેશે .
 ( ૧૫ ) આર.ટી.ઈ.પ્રવેશની કાર્યવાહીનું સમયપત્રક વેબપોર્ટલ પર મુકવામાં આવેલ છે તે મુજબ સમયમર્યાદામાં કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે . 
( ૧૬ ) વેરીફાયર , હેલ્પ ડેસ્કના કર્મચારી / અધિકારી તેમજ શાળાના આચાર્યોની જરૂરીયાત મુજબ જિલ્લા કક્ષાએથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાઈન મિટીંગ કરી RTE પ્રવેશ કાર્યવાહી સંદર્ભે જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવાની રહેશે . 
( ૧૭ ) મહાનગરપાલિકા વિસ્તારની કામગીરી ખૂબ જ ચોક્કસાઈથી અને સરળતાથી થઈ શકે તે માટે DEO / DPEO / AO એ સાથે મળીને જરૂરી આયોજન કરવાનું રહેશે .


જીવંત શિક્ષણ એક શૈક્ષણિક બ્લોગ છે. જેમાં શૈક્ષણિક નૂતન પ્રવાહો અંગેની માહિતી સતત પીરસવામાં આવે છે.શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થીને સંયોજિત કરતો જીવંત શિક્ષણ બ્લોગ સતત શૈક્ષણિક માહિતીના આદાન-પ્રદાન માટે સદા તત્પર છે.આ બ્લોગ હંમેશાં ગુજરાત રાજ્યની શાળાઓમાં  જરા હટકે થતી પ્રવૃત્તિઓ અને કામગીરીને સમગ્ર રાજ્યમાં પ્રચાર-પ્રસાર કરી પ્રોત્સાહન આપવાનો છે.આ બ્લોગના માધ્યમથી જે કંઈ શિક્ષણક્ષેત્રે સારું થાય છે તેને વ્યાપક સ્વરૂપે પ્રચાર-પ્રસાર કરી સૌ કોઈને પ્રેરણા આપવાનો હેતુ રહેલો છે.
શિક્ષણ જીવનમાં લાવવાનો હેતુ એક બ્લોગ. શિક્ષણ અને ચિંતનનો અદભૂત સંયોજન. આ શૈક્ષણિક અને બાળ વિકાસ બ્લોગ છે. Badનલાઇન બદલી, આરટીઇ - શિક્ષણનો અધિકાર - શારીરિક શિક્ષણ શું છે - માધ્યમિક શિક્ષણ પછીનું શું છે. આ બ્લોગ બૌદ્ધિક શિક્ષણ કાર્ય વિશેની માહિતી પ્રદાન કરે છે. વિદ્યાર્થીઓ, શાળાઓ, એકમ કસોટી, ભશદીપ, સારકારી પરિપત્ર, ઉપયોગી સ્વરૂપો, શિષ્યવૃત્તિ, પ્રજ્ abા અભીગમ, એસટીડી 1 થી 12, મેટ્રિઅલ્સ, એસએસએ, નેસરટ, ગેસર્ટ, સીબીએસસી, આહાર, બીઆરસી, સીઆરસી, શિક્ષક, આચાર્યલક્ષી માહિતી આપવામાં આવે છે.

નીચે મુજબની માહિતી જીવંત શિક્ષણ બ્લોગ પર આપવામાં આવશે.

(1) શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા અભિયાન ,GCERT ,અને આ ઉપરાંત થતાં તમામ પરિપત્રોની માહિતી જીવંત શિક્ષણ બ્લોગ પર મૂકવામાં આવશે.

(2) શિક્ષણ ઉપયોગી સાહિત્ય-મટીરીયલ પ્રસ્તુત કરવામાં આવશે.

(3) પાઠ્યપુસ્તકો પીડીએફ સ્વરૂપે મૂકવામાં આવેલ છે.


Kapil satani official યુટ્યૂબ ચેનલમાં બાળવાર્તાઓ અને બાળગીતો, ઉખાણાં,જોડકણાં, સુવિચારો,પાઠ્યક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી,બાળકો માટે બેઝીક શૈક્ષણિક માહિતીસભર વીડિયો  અને બ્રાહય સામાન્ય જ્ઞાનનાં વીડિયો તેમજ સાહિત્યકારોની રચનાઓ અંગેની માહિતી મૂકવામાં આવે છે.હાલ પચાસથી પણ વધુ શૈક્ષણિક વીડિયો અમારી યૂટ્યૂબ ચેનલ પર પ્રસ્તુત કરવામાં આવેલ છે. આગામી સમયમાં પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો પણ પ્રસ્તુત કરવામાં આવનાર છે.

અમારી ચેનલ અને વીડિયોને આપ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે જરૂરથી શેર કરજો જેથી અમને પ્રોત્સાહન મળી રહે અને કંઈક નવું કરવા માટે પ્રેરણા મળી રહે. અમારા વીડિયો અંગે આપ જરૂરથી આપનો અભિપ્રાય પણ આપજો.Kapil satani official યુટ્યૂબ ચેનલ શૈક્ષણિક ચેનલ છે.જેમાં  શૈક્ષણિક-સાહિત્યિક -સાંસ્કૃતિક કાર્યક્રમોના  વિડિયો મૂકવામાં આવે છે. હાલ પચાસથી વધુ શૈક્ષણિક વીડિયો હોઈ ,આપ આવા પ્રકારનાં વીડિયો  જોવા માંગતા હોવ તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટ🖋 કરો,લાઈક👍 કરો અને બાજુનું આઇકોન બેલ 🔔બટન દબાવો જેથી  આવનાર તમામ વિડિયો આપને ઝડપથી મળી શકે.

યુટ્યૂબ પર   KAPIL SATANI સર્ચ કરી આપ વીડિયો જોઈ શકશો.

No comments:

Post a Comment

Thanks for feedback....