|| NSP ( National Scholarship Portal ) પર NMMSના લાભાર્થીઓની શિષ્યવૃત્તિ માટેની દરખાસ્ત કરવા બાબત || - JIVANT SHIKSHAN

The Blog is Educational news and information

Breaking

Post Top Ad

Post Top Ad

Wednesday, August 19, 2020

|| NSP ( National Scholarship Portal ) પર NMMSના લાભાર્થીઓની શિષ્યવૃત્તિ માટેની દરખાસ્ત કરવા બાબત ||

◆ NSP ( National Scholarship Portal ) પર NMMSના લાભાર્થીઓની શિષ્યવૃત્તિ  માટેની દરખાસ્ત કરવા બાબત .

◆ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર ( DST ) દ્વારા શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સરળતાથી અને ઝડપી કરી શકાય તે હેતુથી ભારત સરકાર દ્વારા " નેશનલ સ્કોલરશીપ પોર્ટલ ( NSP ) " વેબપોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે . રાજ્યના NMMS યોજનાના વર્ષ 2020-21 ના લાભાર્થી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટેની દરખાસ્ત નિયત સમયમર્યાદામાં " નેશનલ સ્કોલરશીપ પોર્ટલ ” પર કરવાની થાય છે ,રાજ્ય  પરીક્ષા બોર્ડ દ્વારા ગત વર્ષે આ કામગીરી માટે જિલ્લા કક્ષાએ નોડલ ઑફીસરની નિમણૂક કરી સફળતાપૂર્વક કરવામાં આવેલ હતી . ચાલુ વર્ષે પણ જિલ્લા કક્ષાએ આ કામગીરી માટે જિલ્લા નોડલ ઑફીસર અને સહાયક નોડલ ઓફિસર , તાલુકા કક્ષાએ આ કામગીરીના સંકલનની જવાબદારી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને નગર શિક્ષણ સમિતિ કક્ષાએ શાસનાધિકારીશ્રીઓને તાલુકા / સિટી નોડલ ઓફિસર ) ને સોંપવાનું નક્કી કરેલ છે . તેઓના માર્ગદર્શન હેઠળ સી.આર.સી. કો - ઑર્ડીનેટર દ્વારા તેઓના ક્લસ્ટરની શાળાઓના વિદ્યાર્થીઓનો સંપર્ક કરી તે વિદ્યાર્થીઓની ( National Scholarship Portal ) માટેની વેબસાઇટ http://www.scholarships.gov.in પર ઓનલાઇન એપ્લીકેશન કરવાની , ઓનલાઇન એપ્લીકેશનની પ્રક્રીયા બાદ વિદ્યાર્થીની ચાલુ શૈક્ષણિક વર્ષની શાળાનો સંપર્ક કરી સ્કૂલ વેરીફીકેશનની પ્રક્રીયા અને સંબંધિત જિલ્લાના નોડલ ઑફીસરશ્રીએ જિલ્લા વેરીફીકેશની પ્રક્રીયા કરવાની રહેશે . આ કામગીરી આ પત્ર મળેથી તુરંત શરૂ કરવાની રહેશે . શાળા કક્ષાએ મુંઝવતા પ્રશ્નોની નોંધ કરવા માટે શાળા કક્ષાએ જાણ કરી જિલ્લા નોડલ મારફત અત્રે જાણ કરાવશો જેથી આગામી દિવસોમાં યોજાનાર ટેલિકોન્ફરંસમાં આ બાબતે માર્ગદર્શન આપી શકાય . ટેલીકોન્ફરંસની તારીખ અને સમય અંગે અલગથી જાણ કરવામાં આવશે .
◆- અગત્યની સુચના ◆
1. આ વિદ્યાર્થીઓનો સંપર્ક કરવા માટે ચાલુ વર્ષમાં ધોરણ -૯ ની શાળાનું નામ , સરનામું , ડાયસ નંબર , વિગેરે વિગતો સાથેની યાદી આપવામાં આવેલ છે . 
2. સી.આર.સી. કો - ઓર્ડીનેટર દ્વારા તેઓના ક્લસ્ટરની શાળાઓના આચાર્યશ્રી / વિદ્યાર્થીનો સંપર્ક કરી તે વિદ્યાર્થીઓની ઍપ્લીકેશન NSP ( National Scholarship Portal )  http://www.scholarships.gov.in એપ્લીકેશન કરવાની પદ્ધતિના પ્રેઝન્ટેશન તથા વિડીયોમાં દર્શાવ્યા અનુસાર સંબંધિત તમામ વિદ્યાર્થીઓની ઓનલાઇન એપ્લીકેશન કરાવવાની રહેશે . 
3. ઓનલાઇન એપ્લીકેશનની પ્રક્રીયા પૂર્ણ થયા બાદ આ વિદ્યાર્થીની હાલની શાળાનો સંપર્ક કરી એપ્લીકેશન વેરીફીકેશન કરવાની પદ્ધતિના પ્રેઝન્ટેશન તથા વિડીયોમાં દર્શાવ્યા અનુસાર સી.આર.સી. કો.ઓર્ડી . એ હાલની શાળાના આચાર્ય મારફત આ ઈન્સ્ટીટ્યુટ વેરિફિકેશન કરાવવાનું રહેશે .
 4. જે શાળાઓ દ્વારા ગત વર્ષે NSD ( National scholarship Portal ) માટે યુઝર આઇડી - પાસવર્ડ મેળવેલ છે તે યુઝર આઇડી - પાસવર્ડથી ચાલુ વર્ષે પણ વેરીફીકેશન પ્રક્રીયા કરી શકાશે . જો શાળા પાસે યુઝર આઇડી પાસવર્ડ ના હોય તો જિલ્લા નોડલ ઑફીસર પોતાના લોગીનમાંથી યુઝર આઇડી - પાસવર્ડ રીસેટ કરી શકશે . આ માટેની પદ્ધતિ પ્રેઝન્ટેશન તથા વિડીયૌમાં આપેલ છે . 
5. જો શાળા NSP ( National Scholarship Portal ) માં એડ થયેલ ના હોય તો જિલ્લા નોડલ ઑફીસર પોતાના લોગીનમાંથી શાળા ઍડ કરી શકશે . આ માટેની પદ્ધતિ પ્રેઝન્ટેશન તથા વિડીયોમાં આપેલ છે . 
6. જે તે શાળાએ પોતાનું રજીસ્ટ્રેશન N $ P ( National scholarship Portal ) પર ફરજીયાત કરવાનું રહેશે . તે માટેની સૂચના તથા તે માટે અનુસરવાની પ્રક્રિયા આ અગાઉના પત્રથી જણાવેલ છે . તેમ છતાં બાકી હોય તેમણે આ સાથે સામેલ પ્રેઝન્ટેશન મુજબ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે . 
7. શાળાએ પોતાના લોગીનમાંથી શાળાની પ્રોફાઇલ અપડેટ કરવાની રહેશે . તથા શાળામાં ચાલતા ધોરણો ( કોર્ષ ) અપડેટ કરવાના રહેશે . શાળા પોતાના લૌગીનમોથી પ્રોફાઇલ અને ધોરણ અપડેટ કરશે ત્યારબાદ જ તે શાળા અને શાળામાં ચાલતા ધોરણો NsP ( National Scholarship Portal ) પર દેખાશે.આ માટેની પદ્ધતિ પ્રેઝન્ટેશન તથા વિડીયૌમાં આપેલ છે . 
8. ધો .10 થી 12 માં અભ્યાસ કરતા NMMS યોજનાના લાભાર્થી વિદ્યાર્થીઓનું ચાલુ વર્ષે રીન્યુઅલની કામગીરી કરવાની થાય છે જેમાં જીલ્લાના શિક્ષણ નિરીક્ષક મારફત સંબંધિત શાળાનોના આચાર્યશ્રીઓને આ બાબતની જાણ કરવાની રહેશે . જેથી તેઓ જે તે સી.આર.સી. કો.ઓ. ની મદદથી આ કામગીરી પૂર્ણ કરાવી શકે , 
9. ચાલુ શૈક્ષણિક વર્ષમાં સ્કોલરશીપ માટે અપાત્ર કરતા હોય તેવા વિદ્યાર્થીઓની NSP ( National scholarship Portal ] પર દરખાસ્ત કરવાની રહેશે નહિ . સ્કોલરશીપ માટે અપાત્ર ઠરતા વિદ્યાર્થીઓ માટેની કારણોની વિગતઃ ) ચાલુ શૈક્ષણિક વર્ષમાં અભ્યાસ છોડી દીધો હોય . by ચાલુ શૈક્ષણિક વર્ષમાં ડિપ્લોમા કે અન્ય કોઇ ટેકનિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હોય . c ) જે વિદ્યાર્થીઓએ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ખાનગી શાળાઓ ( પ્રાઇવેટ શાળા / સેલ્ફ ફાઈનાન્સ શાળા ) , કેન્દ્રીય વિદ્યાલય , જવાહર નવોદય વિદ્યાલયતથા જે શાળાઓમાં રહેવા , જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળામાં પ્રવેશ મેળવેલ હોય , d ) ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ -૯ માં પ્રવેશ મેળવેલ હોય પરંતુ ધોરણ -૮ માં પ્રથમ પ્રયને ઓછામાં ઓછા ૫૫ % ગુણ ( જનરલ - ઓ.બી.સી . કેટેગરી ) અથવા ૫૦ % ( એસ.સી.-એસ.ટી. કેટેગરી ) ગુણ મેળવૅલ ન હોય , ( વર્ષ -૨૦૧૯ માં NMMS પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ) e ) ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ -૧૦ માં પ્રવેશ મેળવેલ હોય પરંતુ ધોરણ -૯ માં પ્રથમ પ્રયને ઓછામાં ઓછા ૫૫ % ગુણ ( જનરલ - ઓ.બી.સી . કેટેગરી ) અથવા પ ૦ % ( એસ.સી.-એસ.ટી. કેટેગરી ) ગુણ મેળવેલ ન હોય . ( વર્ષ -૨૦૧૮ માં NMMS પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ) 0 ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ -૧૧ માં પ્રવેશ મેળવેલ હોય પરંતુ ધોરણ -૧૦ માં પ્રથમ પ્રથને ઓછામાં ઓછા 50 % ગુણ ( જનરલ - ઓ.બી.સી . કેટેગરી ) અથવા ૫૫ % ( એસ , સી.-એસ.ટી. કેટેગરી ) ગુણ મેળવેલ ન હોય , ( વર્ષ -૨૦૧૭ માં NMMS પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ) g ) ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ -૧૨ માં પ્રવેશ મેળવેલ હોય પરંતુ ધોરણ -૧૧ માં પ્રથમ પ્રયને ઓછામાં ઓછા ૫૫ % ગુણ ( જનરલ - ઓ.બી.સી . કેટેગરી ) અથવા ૫૦ % ( એસ.સી.ઍસ.ટી. કેટેગરી ) ગુણ મેળવેલ ન હોય . ( વર્ષ -૨૦૧૬ માં NMMS પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે )
10. કોરોનાની પરિસ્થિતિને કારણે જો લાભાર્થી વિદ્યાર્થીના ગત વર્ષના ધો .૮,૯ અને ૧૧ પરિણામ મેળવવાના બાકી હોય તો જે તે શાળા પાસેથી સરકારશ્રીની સૂચનાઓને આધારે તૈયાર કરેલ પરીણામ મેળવી તે ધ્યાનમાં લેવાના રહેશે . 
11. નોડલ ઓફિસરશ્રીએ તેઓના જિલ્લાની યાદીનાં વિદ્યાર્થી સ્કોલરશીપ માટે પાત્ર છે કે નહિ , અપાત્ર હોય તો કારણ , પાત્ર હોય તો SSP પર ભરાયેલ ફોર્મનો એપ્લીકેશન આઇડી , સ્કૂલ વેરીફીકેશન થયેલ છે કે નહિ , જિલ્લા વેરીફીકેશન થયેલ છે કે નહિ તેની વિગતો એક્સલ ફાઇલમાં ડે ટુ ડે એન્ટ્રી કરી બોર્ડને મોકલી આપવાની રહેશે .

જીવંત શિક્ષણ એક શૈક્ષણિક બ્લોગ છે. જેમાં શૈક્ષણિક નૂતન પ્રવાહો અંગેની માહિતી સતત પીરસવામાં આવે છે.શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થીને સંયોજિત કરતો જીવંત શિક્ષણ બ્લોગ સતત શૈક્ષણિક માહિતીના આદાન-પ્રદાન માટે સદા તત્પર છે.આ બ્લોગ હંમેશાં ગુજરાત રાજ્યની શાળાઓમાં  જરા હટકે થતી પ્રવૃત્તિઓ અને કામગીરીને સમગ્ર રાજ્યમાં પ્રચાર-પ્રસાર કરી પ્રોત્સાહન આપવાનો છે.આ બ્લોગના માધ્યમથી જે કંઈ શિક્ષણક્ષેત્રે સારું થાય છે તેને વ્યાપક સ્વરૂપે પ્રચાર-પ્રસાર કરી સૌ કોઈને પ્રેરણા આપવાનો હેતુ રહેલો છે.
શિક્ષણ જીવનમાં લાવવાનો હેતુ એક બ્લોગ. શિક્ષણ અને ચિંતનનો અદભૂત સંયોજન. આ શૈક્ષણિક અને બાળ વિકાસ બ્લોગ છે. Badનલાઇન બદલી, આરટીઇ - શિક્ષણનો અધિકાર - શારીરિક શિક્ષણ શું છે - માધ્યમિક શિક્ષણ પછીનું શું છે. આ બ્લોગ બૌદ્ધિક શિક્ષણ કાર્ય વિશેની માહિતી પ્રદાન કરે છે. વિદ્યાર્થીઓ, શાળાઓ, એકમ કસોટી, ભશદીપ, સારકારી પરિપત્ર, ઉપયોગી સ્વરૂપો, શિષ્યવૃત્તિ, પ્રજ્ abા અભીગમ, એસટીડી 1 થી 12, મેટ્રિઅલ્સ, એસએસએ, નેસરટ, ગેસર્ટ, સીબીએસસી, આહાર, બીઆરસી, સીઆરસી, શિક્ષક, આચાર્યલક્ષી માહિતી આપવામાં આવે છે.

નીચે મુજબની માહિતી જીવંત શિક્ષણ બ્લોગ પર આપવામાં આવશે.

(1) શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા અભિયાન ,GCERT ,અને આ ઉપરાંત થતાં તમામ પરિપત્રોની માહિતી જીવંત શિક્ષણ બ્લોગ પર મૂકવામાં આવશે.

(2) શિક્ષણ ઉપયોગી સાહિત્ય-મટીરીયલ પ્રસ્તુત કરવામાં આવશે.

(3) પાઠ્યપુસ્તકો પીડીએફ સ્વરૂપે મૂકવામાં આવેલ છે.


Kapil satani official યુટ્યૂબ ચેનલમાં બાળવાર્તાઓ અને બાળગીતો, ઉખાણાં,જોડકણાં, સુવિચારો,પાઠ્યક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી,બાળકો માટે બેઝીક શૈક્ષણિક માહિતીસભર વીડિયો  અને બ્રાહય સામાન્ય જ્ઞાનનાં વીડિયો તેમજ સાહિત્યકારોની રચનાઓ અંગેની માહિતી મૂકવામાં આવે છે.હાલ પચાસથી પણ વધુ શૈક્ષણિક વીડિયો અમારી યૂટ્યૂબ ચેનલ પર પ્રસ્તુત કરવામાં આવેલ છે. આગામી સમયમાં પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો પણ પ્રસ્તુત કરવામાં આવનાર છે.

અમારી ચેનલ અને વીડિયોને આપ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે જરૂરથી શેર કરજો જેથી અમને પ્રોત્સાહન મળી રહે અને કંઈક નવું કરવા માટે પ્રેરણા મળી રહે. અમારા વીડિયો અંગે આપ જરૂરથી આપનો અભિપ્રાય પણ આપજો.Kapil satani official યુટ્યૂબ ચેનલ શૈક્ષણિક ચેનલ છે.જેમાં  શૈક્ષણિક-સાહિત્યિક -સાંસ્કૃતિક કાર્યક્રમોના  વિડિયો મૂકવામાં આવે છે. હાલ પચાસથી વધુ શૈક્ષણિક વીડિયો હોઈ ,આપ આવા પ્રકારનાં વીડિયો  જોવા માંગતા હોવ તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટ🖋 કરો,લાઈક👍 કરો અને બાજુનું આઇકોન બેલ 🔔બટન દબાવો જેથી  આવનાર તમામ વિડિયો આપને ઝડપથી મળી શકે.

યુટ્યૂબ પર   KAPIL SATANI સર્ચ કરી આપ વીડિયો જોઈ શકશો.

No comments:

Post a Comment

Thanks for feedback....