|| શાળાઓમાં ઉજાસ ભણી ... કાર્યક્રમના અમલીકરણ કરવા બાબત || - JIVANT SHIKSHAN

The Blog is Educational news and information

Breaking

Post Top Ad

Post Top Ad

Wednesday, September 9, 2020

|| શાળાઓમાં ઉજાસ ભણી ... કાર્યક્રમના અમલીકરણ કરવા બાબત ||

◆ શાળાઓમાં ઉજાસ ભણી ... કાર્યક્રમના અમલીકરણ કરવા બાબત પત્ર.

● પરિપત્ર વાંચવા માટે અહીંયા ક્લિક કરો

◆રાજયની તમામ સરકારી ઉચ્ચ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને કિશોરાવસ્થાનું જ્ઞાન મળે તે હેતુસર વર્ષ ૨૦૧૮-૧૯ થી ઉજાસ ભણી .... ( “ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ ” ) કાર્યક્રમ કરવામાં આવે છે . ચાલુ વર્ષે શાળાઓમાં આ કાર્યક્રમના અમલીકરણ માટે રાજ્ય કક્ષાથી ૪ ( ચાર ) દિવસીય વેબિનારનું આયોજન કરવામાં આવેલ , જેમાં જુદા જુદા વિભાગો સાથે સંકલન કરી તજજ્ઞ દ્વારા નીચે મુજબ વિષયો પર વેબિનારથી ચર્ચા કરવામાં આવી . 

◆Introduction of Adolescence education program 

◆Impact of COVID in Adolescence and Nutritional Crisis in Pandemic

◆ MHM and Hygiene during COVID - 19 Pandemic

◆ Career Guidance at Adolescence 

◆ Rights of the Children's in the light of UNCRC 

◆Online safety : Role of parents and teachers 

◆Child Sexual Abuse and POCSO act - 2012 

◆રાજ્ય કક્ષાના વેબિનારથી પ્રેરિત થઈ સદર કાર્યક્રમ જિલ્લા કક્ષાએ કરવાનું થાય છે . જે માટે આ મુજબનું આયોજન આપની કક્ષાએથી કરવાનું રહેશે . 

◆૨૦ , સપ્ટેમ્બર -૨૦૨૦ સુધીમાં ઓનલાઈન તાલીમ પૂરી કરવાની રહેશે . 

◆તાલીમનો લાભ સરકારી ઉરચ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના બાળકો ઉપરાંત સ્કુલ , મોડેલ સ્કુલ , મોડેલ ડે સ્કુલ , કે.જી.બી.વી.ની દીકરીઓ તેમજ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાના બાળકોને પણ મળે તેવું આયોજન કરવું .

◆રાજ્ય કક્ષાએથી તાલીમ મેળવેલ માસ્ટર ટ્રેનર ઉપરાંત ઉરચ પ્રાથમિક શાળાના તેમજ માધ્યમિક શાળાના શિક્ષકો અને જિલ્લા કક્ષાના તાલીમના વિષય જાણકાર દ્વારા સદર તાલીમ અપાવવી . 

◆તાલીમમાં વડી કચેરીએથી સોફ્ટકોપીમાં પૂરા પડાયેલ સાહિત્ય ઉપરાંત જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ જરૂરી સાહિત્યનો પણ ઉપયોગ કરવો . 

 ◆જિલ્લા કક્ષાની તાલીમનું આયોજન તા . ૧૭.૦૯.૨૦૨૦ સુધીમાં રાજય કક્ષાએ મોકલી આપવાનું રહેશે . તેમજ કાર્યક્રમની લીંક પણ મોકલવાની રહેશે . 

◆જિલ્લા કક્ષાની તાલીમ પૂર્ણ થયા બાદ શિક્ષકો દ્વારા ત્રીજા તબકકાની તાલીમ શાળાના બાળકો સાથે શક્ય હોય તો ડીઝીટલ પ્લેટફોર્મથી યોજી શકાય . 

◆તાલીમમાં શક્ય હોય તો બાળકના માતા - પિતાને પણ જોડાવવા જણાવવું . 

●શાળાઓ શરૂ થયેથી શાળાઓમાં પણ સદર કાર્યક્રમ કરવાની તૈયારી રાખવાની રહેશે .

● પરિપત્ર વાંચવા માટે અહીંયા ક્લિક કરો.

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

◆Kapil satani official યુટ્યૂબ ચેનલમાં બાળવાર્તાઓ અને બાળગીતો, ઉખાણાં,જોડકણાં, સુવિચારો,પાઠ્યક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી,બાળકો માટે બેઝીક શૈક્ષણિક માહિતીસભર વીડિયો  અને બ્રાહય સામાન્ય જ્ઞાનનાં વીડિયો તેમજ સાહિત્યકારોની રચનાઓ અંગેની માહિતી મૂકવામાં આવે છે.હાલ પચાસથી પણ વધુ શૈક્ષણિક વીડિયો અમારી યૂટ્યૂબ ચેનલ પર પ્રસ્તુત કરવામાં આવેલ છે. આગામી સમયમાં પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો પણ પ્રસ્તુત કરવામાં આવનાર છે.

◆અમારી ચેનલ અને વીડિયોને આપ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે જરૂરથી શેર કરજો જેથી અમને પ્રોત્સાહન મળી રહે અને કંઈક નવું કરવા માટે પ્રેરણા મળી રહે. અમારા વીડિયો અંગે આપ જરૂરથી આપનો અભિપ્રાય પણ આપજો.Kapil satani official યુટ્યૂબ ચેનલ શૈક્ષણિક ચેનલ છે.જેમાં  શૈક્ષણિક-સાહિત્યિક -સાંસ્કૃતિક કાર્યક્રમોના  વિડિયો મૂકવામાં આવે છે. હાલ પચાસથી વધુ શૈક્ષણિક વીડિયો હોઈ ,આપ આવા પ્રકારનાં વીડિયો  જોવા માંગતા હોવ તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટ🖋 કરો,લાઈક👍 કરો અને બાજુનું આઇકોન બેલ 🔔બટન દબાવો જેથી  આવનાર તમામ વિડિયો આપને ઝડપથી મળી શકે.

◆ KAPIL SATANI YOUTUBE CHANNEL સબ્સ્ક્રાઇબ કરવા અહીંયા ક્લિક કરો.

No comments:

Post a Comment

Thanks for feedback....