" EASY ENGLISH " BOOK - JIVANT SHIKSHAN

The Blog is Educational news and information

Breaking

Post Top Ad

Post Top Ad

Monday, December 28, 2020

" EASY ENGLISH " BOOK

 આજના આધુનિક સમયમાં કોઈ પણ બાળક અંગ્રેજીના સામાન્ય જ્ઞાનથી વંચિત ન રહે , તે જરૂરી છે . સામાન્ય રીતે મોટા ભાગનાં બાળકોને અંગ્રેજી શીખવું અઘરું લાગે છે , કારણ કે અંગ્રેજી શીખવતું સાહિત્ય તેમને અઘરું જણાતું હોય છે . વળી બાળક ઘરે બેસીને જાતે જ અને સરળતાથી સમજીને અભ્યાસ કરી શકે તેવું સાહિત્ય મોટે ભાગે તેમને મળતું નથી . આ કચાશને દૂર કરવાના પ્રયાસરૂપે આ સાહિત્ય તૈયાર કરવામાં આવેલ છે . આ સાહિત્યમાં બાળકોને અંગ્રેજીનું પ્રાથમિક જ્ઞાન સરળ રીતે મળે તેમજ પોતે શીખી શકે છે તેવો અહેસાસ થાય , તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે . જો બાળકોને શિક્ષકો દ્વારા પ્રોત્સાહન અને જરૂરી મદદ મળશે , તો આ સાહિત્યના ઉપયોગથી બાળકોને અંગ્રેજી શીખવામાં રસ પેદા થશે જ , એવી શ્રદ્ધા અને વિશ્વાસ છે .

પુસ્તિકા ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

પુસ્તિકા વિશે ...

 શિક્ષણ એક પ્રક્રિયા છે , વિજ્ઞાન છે , અધ્યયન - અધ્યાપનની આંતરક્રિયા છે . શિક્ષણ સામાજીક ઉન્નતિની કરોડસ્તુ છે ni. આધુનિક સમયમાં શિક્ષણમાં વિજ્ઞાન વિષયને વિશિષ્ટ સ્થાન મળ્યું છે , ત્યારે વિજ્ઞાનના વિશેષ અધ્યયન માટે અંગ્રેજી ભાષાનું શિક્ષણ અનિવાર્ય છે . હાલમાં વિધાર્થીઓ અંગ્રેજી વિષયમાં અસરકારક પ્રદર્શન કરી શકતા નથી , જેનું કારણ કદાચ અસરકારક વર્ગશિક્ષણ સાથે બાળકો પાયાની સંકલ્પનાઓ જાતે જ સરળતાથી સમજી શકે તેવા અસરકારક સાહિત્યનો અભાવ હોય એવું પણ માની શકાય . આથી વિધાર્થીઓ અંગ્રેજી ભાષાની પ્રારંભિક સંકલ્પનાઓનો અભ્યાસ જાતે જ કરી શકે તે સંદર્ભે સંશોધક રાજેશભાઈ પટેલે તૈયાર કરેલ અંગ્રેજી શીખવતી આ પુસ્તિકાને EASY ENGLISH શીર્ષકથી શબ્દબધ્ધ કર્યું હશે . આ પુસ્તિકાની હસ્તપ્રતમાંથી પસાર થતાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને સરળ રીતે અંગ્રેજી ભાષાનો પરિચય કરાવવાની દ્રષ્ટિ તેમાં જોવા મળી . સામાન્ય રીતે અંગ્રેજી ભાષા જટિલ , કઠિન અને દુર્બોધ છે - એવી ગેરસમજ જનસામાન્યમાં વ્યાપક રૂપે ફેલાયેલી છે , ત્યારે વિધાર્થીઓને હસતાં રમતાં અને સરળ ઉદાહરણોની મદદથી અંગ્રેજી ભાષાનો પરિચય આપી વિધાર્થીઓને અંગ્રેજી શિક્ષણના પ્રવેશમાં જે કઠીનતા અનુભવાય છે તેને દૂર કરવાનો નાનકડો પણ હેતુસરનો પ્રયાસ આ પુસ્તિકા મારફત કરાયો છે . ખાસ તો અંગ્રેજી શીખવું અઘરું નથી તેવું બાળકો અનુભવે અને આ તો મને પણ આવડે તેવો વિશ્વાસ તેમનામાં પેદા થાય તે માટે તૈયાર કરાયેલ EASY ENGLISH પુસ્તિકાના લેખક - સંપાદક ખંભાત તાલુકાની નવાપુરા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી રાજેશભાઈ પટેલને અભિનંદન ... શિક્ષકો - વિધાર્થીઓ આ પુસ્તિકાનો ઉપયોગ કરશે તો તેમના અંગ્રેજી પ્રવેશને સરળ બનાવી શકશે , તેવી શ્રદ્ધા અને વિશ્વાસ છે .

પુસ્તિકાના અસરકારક ઉપયોગ માટે 

• સૌ પહેલાં પહેલી અને બીજી ABCD તૈયાર કરી લો . તેમજ પરિશિષ્ટમાં આપેલ કક્કો અને બારાક્ષરી પણ જોઈ લો ત્યાર બાદ - દરેક એકમમાં આપેલ ઉદાહરણોને ધ્યાનપૂર્વક વાંચો અને સમજો . પ્રત્યેક એકમને અંતે શબ્દોની યાદી આપેલ છે . આ યાદીનો ઉપયોગ કરી એકમમાં દર્શાવ્યા મૂજબ આપને પસંદ પડે તેટલાં વાક્યો બનો . દરેક એકમમાં આપેલ તમામ શબ્દોના ઉચ્ચાર અને અર્થ સમજી લો , તેમજ તેના આધારે જાતે જ વાક્યો બનાવો અહી આપેલ શબ્દોના સ્પેલિંગ અને અર્થ તૈયાર કરો .

 • આપેલ ઉદાહરણો મૂજબ આસપાસની વસ્તુઓ વિષે પણ વાક્યો બનાવવા પ્રયત્ન કરો . જે બાબત ન આવડે તે તમારા શિક્ષકને પૂછો . • પ્રાણીઓ , પક્ષીઓ , ફળ , ફૂલ , શાકભાજી , ઘરની ચીજવસ્તુઓ વગેરે જેવી સામાન્ય બાબતોના અંગ્રેજી શબ્દો શીખી તેના વિશે વાક્યો લખવા પ્રયત્ન કરો . 

• અહીં આપેલ અંગ્રેજી વાક્યો જાતે વાંચવાનો પ્રયત્ન કરો દરરોજ થોડા થોડા સ્પેલિંગ તૈયાર કરવાનું શરુ કરો . આ માટે સ્પેલિંગની ચિઠ્ઠીઓ બનાવી ગજવામાં રાખો અને સમય મળે વાંચો . 

• અંતે આપેલ પરિશિષ્ટોનો અભ્યાસ કરવાથી અને તેને સમજી લેવાથી આપને ઘણી બાબતો સમજાઈ જશે .

 • એક વાત સમજી લો કે અંગ્રેજી સહેજ પણ અઘરું નથી , જેમ ટીપે ટીપે સરોવર ભરાય , તેમ જો દરરોજ થોડું થોડું અંગ્રેજી તૈયાર કરો તો સારું અંગ્રેજી આવડે જ ...

પુસ્તિકા ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો.

No comments:

Post a Comment

Thanks for feedback....